ચાલ ને થોડું જીવી લઈએ
ચાલ ને થોડું જીવી લઈએ
હાથો માં હાથ રાખીને
આંખો થી આંખો મિલાવીને
આ ક્ષણ નો સાથ માણીં લઇએ
ચાલ ને થોડું જીવી લઈએ ...
તું મૂકી દે ચિંતાઓ બધી આઘી
અને હું ભૂલી જાઉં બધા જ ગમ
દર્દ તકલીફો બધુ જ નેવે મૂકીને
ખુશીઓ ના આભ ને ચૂમી લઈએ
ચાલ ને થોડું જીવી લઈએ ...
ઊબડ ખાબડ રસ્તાઓ પર
સાથે થોડું ચાલી લઈએ
મંઝીલ મળે ના મળે પરવાહ નથી
સફર ની મજા તો માણીં લઈએ
ચાલ ને થોડું જીવી લઈએ,
ચાલ ને થોડું જીવી લઈએ ...!
~ હેતલ


