યાદમાં મૂંગી ટપકતી આંખોનું શું?
આ અટૂલી એકલતાની રાતોનું શું?
ઉડવા મથતી ને પછડાતી એકાંતે,
મન મહીં ફફડાટ કરતી પાંખોનું શું?
લો, તમે ટહુકો મૂકી ઉડી ગયા પણ,
ઝાડની આ સૂની ઝૂરતી શાખોનું શું?
સાવ સૂની આ હવેલી છે છતાંયે,
જડ દિવાલે પડઘાતી એ વાતોનું શું?
ક્યાં ખબર વંટોળને તારાજ વનની,
કૈંક માળામાં રડ્યાં આઘાતોનું શું?
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ

