જિંદગીની આ સફર નો સાવ ફિક્કો રંગ છે..
બે ઘડી બસ જીવવાનો આપણો તો સંગ છે..
એકલા આખર તમે દોડી અને થાકી જશો,
ચાલવું બસ સાથમાં એ જિંદગીનો ઢંગ છે..
આપવું બસ એક જીવન મંત્ર હોવો જોઈએ,
જિંદગી પણ આખરે તો લાગણીનો જંગ છે..
આપણે તો જળ બનીને ચાલવું પડશે હવે,
આપણાં સંસ્કાર જીવન નાવના સારંગ છે..
ખોટ સાથે જીવવું એ જાતનું અપમાન છે,
જો નથી સમજણ તમોને જિંદગી બેરંગ છે..
~શ્યામ...
દિલીપ ધોળકિયા,જૂનાગઢ
ગુજરાત..
94262 30244


