વાત તારી જો મળે અટકળ કહું..
રોજ મળતા એ ઘડી અંજળ કહું..
જો ખબર આવે નગરમાં આવશો,
આગમન તારું હવે મૃગજળ કહું..
થાય તડકો તો તરત ઉડી જતો,
આ તમારા વ્હાલને ઝાકળ કહું..
રોજ આવી ને ગગન ગાજો ભલે,
ના વરસ તો હું પછી નિર્જળ કહું..
જો ઝળૂંબી ને પછી ભાગી જશો,
જળ વગર ભમતું તને વાદળ કહું..
~શ્યામ...
દિલીપ ધોળકિયા, જૂનાગઢ
ગુજરાત..

