એકાંતમાં ભીતર પછી આ ઝળહળે એ શું હશે?
જીગર મહીં જાગી અચાનક ખળભળે એ શું હશે?
પરખી જુઓ રમમાણ મારું પ્રેમમાં મીત્રો અહીં,
દીપક બની અંગાર સમ પળપળ બળે એ શું હશે?
હો ઝાંઝવા તો આપણે થઈને અલગ પણ જીવશું,
અઢળક ભર્યો સમદર તરસ હોઠે છળે એ શું હશે?
ઝાકળ સમું સઘળું નગર ને મીણના આ માણસો,
આ લાગણી નામે સતત મળતા ગળે એ શું હશે?
ના જાણતો તુજને છતાં ચાહત અમારી છો તમે,
કારણ વગર મારું હૃદય અનહદ ઢળે એ શું હશે?
~શ્યામ...
દિલીપ ધોળકિયા,જૂનાગઢ
ગુજરાત..
