શૂન્યમાંથી ઘાટ આપીને ઘડે એ છે શિક્ષક..
વાત કેરા મૂલ્ય ખાતર જે લડે એ છે શિક્ષક..
સાવ નાનો થઈ પછી સાથે રમે સાથે પડે,
બાળ સંગાથે સહજતાથી રડે એ છે શિક્ષક..
સાવ કાચા પીંડને જે ભાવથી આકાર દઈ,
જે કરુણા જિંદગી સાથે જડે એ છે શિક્ષક..
દ્રોણ પરશુરામ જેવા આ ભુમીમાં છે થયાં,
સત્ય સદા જીભે ધરી યુદ્ધે ચડે એ છે શિક્ષક..
જીભ આપી તો પછી મૃત્યુ સુધી નીભાવતા,
જે વચનને કાજ પાછો ના પડે એ છે શિક્ષક..
આજે શિક્ષક દિવસ નિમિતે સર્વ ગુરુજનોને
સાદર સમર્પિત....
તા.05/09/2022
~શ્યામ...
દિલીપ ધોળકિયા,જૂનાગઢ..
94262 30244
