આજ મારા ખોરડે આનંદ ની હેલી, 
રાણી બની છે મૈયા તુલસી અલબેલી
મયુરો નાં ટહુકે આજ ગુંજ્યું વૃંદાવન
સખાઓ સંગ રાસ રમે મારો માધવ
કરી છે રંગોળી અમે હૈયા નાં ઉમરે
પધારશે લાલો આજે ગરીબ નાં ખોરડે
બન્યો છે વરરાજા આજે જગતનો નાથ
લીધા છે લગ્ન એના રાણી તુલસી ને સાથ
રેલાયા સુર સરનાઈ અને ઢોલ નગારા નો નાદ 
બન્યા છે જાનૈયા માતા દેવકી સંગ તાત
પીળા પીતાંબર હાથે રેશમી રૂમાલ
માથે છે મોરપીંછ શોભે મુગુટ વિશાળ
લચકંતી ચાલ ચાલે મારો કાનો ગોવાળ
આભા એની જોઈને હું વારી ગઈ આજ
થાય પુષ્પ વૃષ્ટિ હરખાઈ દેવતા ગણ આજ
તુલસીવિવાહ નો રૂડો અવસર આજ

#તુલસીવિવાહ