હું માનવી માનવ થાવ તોય ઘણું
અંધકારમાં કોઈનો પ્રકાશ થાવ તોય ઘણું
ભરી છે દુનિયા આખી સ્વાર્થના સગાથી
કોઈની નિશ્વાર્થ સેવા કરી શકું તોય ઘણું
હું માનવી માનવ થાવ તોય ઘણું…
ક્યારેક વિચારું કે વાંક આમાં મારો છેં,
મફત મળેલી વસ્તુઓના મોલ હું વધારું
કુદરતની કરામતોને વારંવાર ઘુતકારું
મારા બનાવેલ રાચરચીલાને સર્વશ્રેષ્ઠ માનું
પછી કોષું કુદરતને તે આ કેમ કર્યું
આટલી ગરમી વધારી જિવન સોનું તે હર્યું
Read More! Earn More! Learn More!