BY ASHVINI GUJJAR...✍️
રાખડી તો ફક્ત એક નાની દોરી છે,
પણ એ દોરીમાં વરસોના વિશ્વાસની ગાંઠ બંધાયેલી હોય છે.બહેનના હાથની એ રેશમી લકીરમાં,
ભાઈના દિલના સૌથી નરમ ખૂણો જાગે છે.
રાખડી બાંધતી વેળાએ બહેન માત્ર એક તાંતણો નથી બાંધતી,
એ પોતાના ભાઈના જીવન પર સુરક્ષાનું ચંદન લગાવે છે.
ભાઈ પણ ફક્ત ખાલી ભેટ નથી આપતો પણ તેની સાથે–સાથે એ વચન આપે છે —"જ્યાં સુધી શ્વાસ છે, તું નિર્ભય રહીશ."
આ તહેવાર લોહીના સંબંધો માટે જ નથી,પણ એ દરેક માટે છે,જે બીજાના જીવનમાં સુરક્ષા,પ્રેમ અને સહારો બનીને ઊભા છે.
Thank you ?
