✍️BY ASHVINI GUJJAR

લખવા બેસું ત્યારે… શબ્દો આવતા રહ્યા,

પણ લાગણીઓ સાથે મળતાં — અર્થો જન્મતાં રહ્યા…

મારે લખવું છે એવું…

કે જે વાંચીને વાંચનાર પણ માની લે કે —

"આ કલમ તળપદી છે,

દિલના ઊંડાણથી બોલી છે…"

"આ કલમ એ વાસ્તવિક સંવેદનાની છે…"

શબ્દો હોય… પણ બોજો ન હોય,

પંક્તિઓ હોય… પણ પૃથ્વી જેટલી ઊંડાણમાં ઉતરતી…

લેખનમાં જો લાગણીઓનો સ્પર્શ હોય,

તો એ જ લખાણ સાહિત્યની શાન બને…

આજથી મારી સફર અહીંથી શરૂ થાય છે…

આશીર્વાદની આશા સાથે આજથી "Ashvini"ના શબ્દો તમારા દિલ સુધી પહોંચવા નીકળે છે.

THANK YOU ?