શીર્ષક ~ વિ-સર્જન

***************


કાળના મહેરામણના

ઊછળતા મોજાંની

થપાટો ખાતી

ઊભી હું

કાળમીંઢ ખડકની જેમ...

એક પછી એક પછી એક...

એકના આઘાતમાંથી

બહાર આવું એ પહેલાં તો

બીજો આઘાત તૈયાર જ...

ને ખરતી રહે કાંકરી મારી

એક પછી એક પછી એક...

ક્ષણ ક્ષણ ક્ષણ....કણ કણ કણ...

મારું આ વિસર્જન

કરશે

ખડકમાંથી

શિવલિંગનું સર્જન...


~ રશ્મિ અગ્નિહોત્રી