રાત રૂપેરી થશે ને સોના શો દિવસ થશે,

જ્યારે માણસ દંભ છોડી પૂર્ણતઃ‌ માણસ થશે .


દાદ માટે તાળી જો ના પાડશો ,વાંધો નથી,

તકલીફોમાં હાથ વાંસે-મૂકશો તો-બસ થશે 


લાત મારી ધૂળમાંથી સોનું ખોદી કાઢ તું ,

ડીલે નીતરતા પસીને હાથ પગ પારસ થશે.


આગની જ્વા-ળાઓ નીચે-થી જતી ઉ-પર તરફ,

મારું દિલ બળ-શે તો આપત્તિ તને ચો-ક્કસ થશે. 


ભોગ મીઠા જરકશી જામા નથી તો શું થયું?

ત્રણ ભુવનના નાથ માટે તુલસીદલ પણ બસ થશે.


એ જ,અબ્બીહાલ આપો,આખ્ખું, નહિ તો કંઈ નહીં,

બહુ હઠીલું દિલ અમારું , ના એ ટસનું મસ થશે .


રશ્મિ અગ્નિહોત્રી 

૨૭-૧૧-૨૦૨૪