રાતનો કાળો કામળો ખસેડી,
છૂટા છવાયા તારલાઓની જેમ
આંખો ચોળતાં ચોળતાં,
ડાળેડાળ પર આળસ મરડી,
ફૂલો પરનાં ઝાકળથી મોઢું ધોઈ,
મંદ સમીરનાં ઝીણાં વસ્ત્રો પહેરી,
પંખીઓ સાથે ગીતો ગાતી,
રવિરશ્મિના રથમાં બેસીને,
પ્રિય સખીની જેમ પાસે આવી
ધીમેથી ટહુકી સવાર ,
"ઊઠી જા... હું આવી!
જો, સરસ કંઈક લાવી!"
~ રશ્મિ અગ્નિહોત્રી (અમદાવાદ)

