સાવ કોરા આંસુ's image
5K

સાવ કોરા આંસુ


સાવ કોરાં આંસુઓ રેલાય છે ,

આંખ સામે આયખું વહી જાય છે.


સ્તબ્ધ થઈ બેઠી સભા શરમાય છે, 

લાજ સાથે સંસ્કૃતિ લૂંટાય છે.


કારમાં બેસીને ઝઘડે બે જણાં ,

લારી લઈ મસ્તીથી બે જણ જાય છે.


Read More! Earn More! Learn More!