*ચાલ મન શબ્દની સરભરા કર હવે*
લે કલમ હાથમાં, ના-ના ના કર હવે.
શબ્દ મા શારદા કેરું વરદાન છે ,
ગીત ગા કે ગઝલને ખુદા કર હવે .
હોય થાક્યો જઈ મંદિરો મસ્જિદો,
તારી ભીતરની પણ જાતરા કર હવે.
ધર્મ ઈમાનના સૌ શિખર સર કરી ,
ઊંચી ઇન્સાનિયતની ધજા કર હવે.
જિંદગી કેરો મત્લા લખી ના શકે ,
મસ્ત મક્તા લખીને અદા કર હવે .
-રશ્મિ અગ્નિહોત્રી

