મુઠ્ઠી મહીંની વાતો ઉછળી બજાર વચ્ચે ,

જો, બે જણાની વાતો ઉછળી હજાર વચ્ચે.


તારા પ્રણયની કેવી કોમળ અસર થઈ, જો,

સુમન મઝાનું ઊગ્યું મારી મજાર વચ્ચે.


સાથી ,જરા કરી લઉં ‌કિસ્મત અદલબદલ હું,

આ સમય કાશ થંભે જો ક્ષણવાર વચ્ચે.


પુષ્પો જીવનને સાચે સાર્થક કરી જવાનાં,

મહેંકી ખરી જવાનાં,ઊગ્યાં જે ખાર વચ્ચે.


મુક્તિ તણી છે વાતો, સંસ્કૃતિની જમાતો,

ઘર-ગૃહસ્થીનો નાતો, પીસાઈ નાર વચ્ચે.


-રશ્મિ અગ્નિહોત્રી