ખફીફ છંદ (બ)
ગાલગા ગાલગાલ ગાલલગા
પથ મળે છે સફર મળે ન મળે,
સૌ મળે, હમસફર મળે ન મળે.
ના દવામાં જરાય છે કો' કસર,
એક દુઆની અસર મળે ન મળે.
તેજ રફતાર શ્વાસની મળશે,
મારી તારી નજર મળે ન મળે.
વાગે ધબકાર જાણે ચોઘડિયાં,
આથી સારું ગજર મળે ન મળે.
આ ગઝલની વચાળે પોઢી જશું,
હૂંફ દેતું નગર મળે ન મળે.
-રશ્મિ અગ્નિહોત્રી

