ખફીફ છંદગાલગા ગાલગાલ ગાગાગા-----------------------------------------------કાવ્ય એક એવું પણ લખી રાખો,એક વિસ્ફોટ આખરી રાખો.
ઘાવને ખોતરીને સૌ જાતા,આપ ઉપચાર કાયમી રાખો.
ડગમગે નાવ સાવ મઝધારે,હાથમાં હાથ માલમી રાખો.
જીવ, માંડો સફરની તૈયારી,મોરપીંછુ ને વાંસળી રાખો.
-રશ્મિ અગ્નિહોત્રી
(માલમી= નાવિક, પાયલોટ)