મને મારા ઘરે થોડી સજાવટની કમી લાગી,

નજર બેઘર ઉપર પડતાં વ્યથા એ વામણી લાગી.

છે નાતો રક્તનો એનો, જનમથી મારી સાથે છે,

મને પીડા બધી દિલની સગી માની જણી લાગી .

હતો એને ય અંદેશો કે અહીં પાણી વધુ રહેશે,

ખુદાએ તેથી આંખોની ઉપર પાંપણ ચણી લાગી.

અગર છે આગ ઉલફતની ,નહીં બુઝે મુસીબતમાં ,

ભડકશે ઓર તેજીથી , હવા ગમની જરી લાગી.

હું માંગું મારા સપનામાં, તરત હાજર કરી દે છે,

મને પિતામાં ઈશ્વર ને જનેતામાં પરી લાગી.

મળે બદલો અહીંનો અહીં, ખરા ખોટા આ કર્મોનો,

ઓ ઈશ્વર,તારી હિસાબી-પ્રથા સૌ વાજબી લાગી.


~ રશ્મિ અગ્નિહોત્રી