જીવનને મેં કૈંક પ્રકારે જોયું છે

આ ભવમાં સો ભવથી વધારે જોયું છે .

જાણે સોનાને ઘડનારે જોયું છે.

ઝીણી વીજ તણા ઝબકારે જોયું છે 

જીવન કરતાં મોત વધારે જોયું છે.

આતમના તેજે ઝળહળતું અલગારી 

આતમના તેજે ઝળહળ મન અલગારી

માયાના ઊંડા અંધારે જોયું છે.

હોવાના ઊંડા અંધારે જોયું છે.

રાતની મેલી ચાદર સૂરજ પર ઢાંકી ,

દૂધ શી એણે ધોઈ ,સવારે જોયું છે. 

ચોખ્ખી એણે ધોઈ, સવારે જોયું છે.

શબનમથી એ ધોઈ, સવારે જોયું છે.

એ ના જાય કદી મંદિરમાં કે મઝારે ,

પણ ભૂખી આંતરડી ઠારે, જોયું છે .

મ્હેલોના મિનારે જે સુખ ના જોયું ,

આંગણમાં તુલસીના ક્યારે જોયું છે

છપ્પનભોગ ધરી પાછાં ફરતાં કોણે 

ખેડૂત હો રાશનની કતારે જોયું છે !

જોયો ના છાંયો બીજો ધોમ ધખારે

મા, પાલવના તારે તારે જોયું છે.

જીતીશું બાજી સાથે રહીને,જોજે,

સપનું મેં તારા જ મદારે જોયું છે,

હોઈ શકે જીવનથી સુંદર એ શાયદ 

મૃત્યુને કોણે ને ક્યારે જોયું છે?

-રશ્મિ અગ્નિહોત્રી

૧૪-૩-૨૪