
હું, તમે ને વરસતો આ વરસાદ છે,
સાંજ આજે ખુદા કેરી સોગાદ છે.
નૈન મળતાં રહ્યાં, જામ છલકી રહ્યા,
*સાંભળો મૌનમાં એક સંવાદ છે.*
બે જણા વ્હાલમાં કેવું વરસી રહ્યા ,
ના કોઈ રંજ છે ના તો ફરિયાદ છે.
ફૂલ ગાલો મહીં આજ મલકી રહ્યા,
આખરે જિંદગી આજ નૌશાદ છે.
<
Read More! Earn More! Learn More!