સાવ શીતળ છાંયડો થઈ આયખે તે એક ક્ષણ,

આપણે અગ્નિપરીક્ષા આપી'તી જે એક ક્ષણ.


જિંદગીનો દોર નહિતર હાથથી છૂટી જતે,

તેં લગાવી ગાંઠ પાકી, યાદ છે એ એક ક્ષણ.


ચાહે કે સૌ યાદ રાખે સો‌ સદી સુધી તને ,

યાદ રાખી તું સમયસર સાચવી લે એક ક્ષણ.


એ પછી તો કામ તારાં થઈ જશે આસાન સૌ,

લેતાં નિર્ણય જો નિરાંતે જાળવી લે એક ક્ષણ.


એક બસ લાગી લગન કે હો પરમ સાથે મિલન,

કાશ આવે આ જ ભવમાં શિવ થઈને એક ક્ષણ.


~ રશ્મિ અગ્નિહોત્રી 

૩૧/૦૧/૨૦૨૫


#god #existence #time #moment #love #decision