એ જ લગની, એ જ રટ ને એ જ ખંત,

કૃષ્ણની છે વાંસળી આ અંગ અંગ.


સાવ સંપર્કો વિનાના છે સબંધ

મુક્ત જાણે વાયરે વહેતી સુગંધ


પ્રેમ - મારી આગવી મીઠી ગઝલ ,

જન્મ ભરની સૌ વ્યથા મારી નિબંધ.


પંચકલ હો,સપ્તકલ કે અષ્ટકલ,

ગાલગાગા છંદનો લાગ્યો છે છંદ. 


તારી પાસે છીપ શી ખુલ્યા પછી,

દાબડી મારા હૃદયની ચુસ્ત બંધ.


લઈ ગઝલ તલવાર ખુલ્લી હાથમાં,

લાગણી, પીડાની સામે માંડ્યો જંગ.


જીવી લઉં જે કંઈ મળે થોડો સમય,

શ્વાસની દોરી સદાયે રહેતી તંગ.


રશ્મિ છે તારાં, સતત નિશ-દિન ઉજાસ,

તું જ મારા આદિ, મધ્યે, તું જ અંત.