બાળી નાખે યાદ અંગારો,

ઠારો, એને જલ્દી ઠારો.


આવે છે કેવા અણસારો,

કોઈ મારી નજરું ઉતારો.


બળબળતા આ હૈયા ઉપર

પાણી છાંટો આંસુ સારો.


મિત્ર થઈને કોઈ પધારો,

*એકલતાને કોઈ ઉગારો.*


મારું તારું છોડી દઈએ,

ભૂલી જઈએ સૌ તકરારો.


ઝાલી રાખો પાગલ મનને,

વેરાઈ જશે મોંઘો પારો.


જીવન આખું જીવવા માટે

કાફી તારો એક ઈશારો.


જેના દિલમાં પ્યાર નથી ત્યાં

માણસનું લેબલ ના મારો.


-રશ્મિ અગ્નિહોત્રી